અમારી બહેનને કેમ માર મારો છો કરી અડધી રાત્રે ફટકાર્યા મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર અડધી રાત્રે બનેવીને રોડ ઉપર આંતરી ત્રણ સાળાઓએ અમારા બેનને કેમ મારો છો કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી ઢીબી નાખવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રોલા રાતડીયાની વાડીમાં રહેતા કમલેશભાઈ અરજણભાઈ ડાભીએ તેમના ત્રણ સાળાઓમાં જયંતિભાઈ નરસીભાઈ કણઝારીયા, જગાભાઈ રામજીભાઈ કણઝારીયા અને હસુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું કે તા.11 ના રોજ રાત્રીના સવા બારેક વાગ્યે તેઓ બાઈક લઈને આવતા હતા ત્યારે ત્રણેય સાળાઓએ પંચાસર રોડ ઉપર રોકી અમારી બહેનને કેમ મારો છો કહી પાઈપનો ઘા ઝીકી લોહી લુહાણ કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323, 325, 504, 506 (2), 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.