મોરબી : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પોતાની કારમાં આ સ્ટીકર લગાવીને પક્ષી બચાવો અભિયાનનો બહોળો પ્રચાર પ્રસાર કરવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાઓ અભિયાનના સ્ટીકર કારમાં લગાવવાનું કાર્ય આજથી ચાલુ કરવામાં આવ્યું છે. જે કોઈને પોતાની કારની પાછળ આ સ્ટીકર લગાવવું હોય તેઓએ TACZO CAR, માધવ હોટલ સામે,મારુતિ શોરૂમ બાજુમાં, સકત શનાળા, મોરબી રાજકોટ હાઇવે ખાતે સવારે 10 થી 1 અને સાંજે 3 થી 7, સ્થળ 2 - કેપિટલ માર્કેટ ગ્રાઉન્ડ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાત્રે 9.30 થી 12 સુધી વિનામૂલ્યે સ્ટીકર લગાવી દેવામાં આવશે. જેથી વધુને વધુ લોકો પોતાની કારમાં આ સ્ટીકર લગાવે તેવી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે મો.7574868886 પર સંપર્ક કરવા જણાવાયું છે.