મોરબી : ખેલ મહાકુભ-૨૦૧૯ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબ્બડી ઓપન એઇઝ ગ્રુપ ભાઇઓ-બહેનોની સ્પર્ધા મોરબીમાં યોજવાના આયોજન સંદર્ભે અધિક કલેકટર કેતન જોશીના અધ્યક્ષસ્થાને એક મીટીંગ યોજાઇ હતી. મોરબી જિલ્લામાં મહાકુંભ-૨૦૧૯ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબ્બડી ઓપન ગૃપ ભાઇ-બહેનોના સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૧ થી ૧૪ નવે.-૧૯ દરમ્યાન કરવામાં આવનાર હોય, સ્પર્ધા દરમિયાન પોલીસ બંદોબસ્ત, મેડીકલ ટીમ, રહેવાની-જમવાની વ્યવસ્થા અંગેની સુવિધાઓ મળી રહે તે માટે આયોજક અને ઉપસ્થિત અધિકારીઓ સાથે આ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્પર્ધકોને તમામ સુવિધા મળી રહે તે માટે સબંધિત વિભાગના અધિકારીને અધિક કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનની ૧૫ જિલ્લાની ૩૦ ટીમો ભાગ લેશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, ના.જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સી.સી.કાવર, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, સિનીયર કોચ, જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર રવિતકુમાર ચૌહાણ તથા કર્મચારીગણ હાજર રહયાં હતાં.