ભાજપ સતાના નશામાં છે, મોરબી મહાપાલિકામાં પહેલું બોર્ડ કોંગ્રેસનું બેસે તેવા પ્રયાસો : લાલજીભાઈ દેસાઈમોરબી : મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મોરબીમાં સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ ની કારોબારી તેમજ સ્નેહ મિલન સમારોહ ક્રિષ્ના હોલ ખાતે યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહીર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, જિલ્લા કોંગ્રેસ સેવાદલ અધ્યક્ષ બાબુભાઇ વેરાણા સહિત જિલ્લા કોંગ્રેસ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ વેળાએ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે આ કારોબારીમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપ હાલ સતાના નશામાં ચૂર છે એટલે જ દીકરીઓના સરઘસ કાઢી રહ્યું છે. તેઓએ ઉમેર્યું કે મોરબી મહાપાલિકા બની છે. જેમાં પહેલું બોર્ડ કોંગ્રેસનું બેસે તેવી તૈયારી છે.