પ્રથમ પ્રમુખ તરીકે બાલાજી પોલિપેકના જગદીશભાઈ પનારાની વરણી ટંકારા : ટંકારા ખાતે આજે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધમધમતી ૧૨૫ જેટલી પોલિપેક ઈન્ડસ્ટ્રીઝના સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જેમા સંગઠનના સહકાર થકી ઉદ્યોગને આગળ ધપાવવા પ્રથમ પ્રમુખ તરીકે બાલાજી પોલિપેકના જગદીશભાઈ પનારાની વરણી કરવામાં આવી છે. સાથે ટીમના સભ્ય તરીકે લોયલ પોલિપેકના અશોકભાઈ, તિરૂપતિ પોલીપેકના વિપુલભાઈ, સમય પોલિપેકના દુર્લભજીભાઇ, યક્ષ પોલિપેકના સતિષભાઈ, સ્ટાર પોલીપેકના વિનોદભાઈ, શિવા પોલિપેકના રાકેશભાઈ, સ્લોગન ગ્રુપ વાળા ફાલ્ગુનભાઈ, પોલિકોન પોલિપેકના બાબુભાઈ, વેનુસ પોલિપેકના ઉમેશભાઈ, પવનસુત પોલિપેકના બિમલભાઈનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉદ્યોગ થકી મોરબી જિલ્લામાં હજારો લોકોને રોજગારી ઉપરાંત ધંધા વેપારને મદદ મળે છે.આ મિટિંગમાં અયોધ્યામાં નવનિર્માણ થતા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે માતબર રકમ એકઠી પણ કરવામાં આવી હતી.