હજુ પણ પાંચ દિવસ કમોસમીનો કહેર ચાલુ રહેશે : રવિવારે સાંજના છ વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યોમોરબી : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ઉપરાંત અન્ય એક ટ્રફને લઈ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ વરસવાની શકયતા છે. આજે રવિવારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આવતીકાલે પણ ઉપરોક્ત જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, બુધવારથી કમોસમી વરસાદનો વ્યાપ ઘટવાની આગાહી વચ્ચે હળવો અને મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામા પોણા બે ઈંચ, નવસારીના ખેરગામ અને ગીર સોમનાથના કોડીનારમાં દોઢ - દોઢ ઈંચ, ઉનામાં સવા ઈંચ, અમરેલીના રાજુલામાં પોણો ઈંચ, વેરાવળ, તલાલા, ગીર ગઢડા સહિતના તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ છવાયો હોય કમોસમી વરસાદના વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.ક્યાં તાલુકામા કેટલો વરસાદ જુઓ આંકડાકીય વિગતો