હવે લેઇટ ફી ભર્યા વગર આગામી 10 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સટી દ્વારા યુજી સેમ-5 અને પીજી સેમ-3ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા યુજી સેમ-5 અને પીજી સેમ-3ની પરીક્ષા માટે તા.2 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી પરીક્ષા પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું પરંતુ વિવિધ કોલેજોની રજુઆત ધ્યાને લઈ રેગ્યુલર ફી સાથે તા.8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેવા નિર્ણય કરાયો હોવાનું પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયું છે.