પી. જી. પટેલ કોલેજમાં CA અને Competitive Examના બંને ક્લાસમાં આજના એક દિવસ માટે રજા જાહેર કરાઈ મોરબી : મોરબીની ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાએ તમામના હૈયાને હચમચાવી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોરબીની દુર્ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને મોરબીની પી. જી. પટેલ કોલેજમાં CA અને Competitive Examના બંને ક્લાસમાં આજના એક દિવસ માટે રજા જાહેર કરાઈ છે. મોરબીમાં બનેલ પુલ દુર્ઘટના પ્રત્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારે સંવેદના અને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સદગતોના પરિવારજનોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર સાંત્વના પાઠવે છે અને સદગતોની મોક્ષ પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. મોરબીની દુઃખદ ઘટનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેમ કુલસચવે જણાવ્યું છે. આ ઉપરાંત મોરબીમાં બનેલી ઝૂલતાપુલની ગોઝારી દુર્ઘટનાના શોકમાં પી. જી. પટેલ કોલેજમાં ચાલી રહેલા CA અને Competitive Examના બંને ક્લાસમાં આજના એક દિવસ માટે રજા જાહેર કરવામાં આવેલ છે. ઈશ્વર મૃત આત્માઓને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી છે.