૧લી મેથી ૩જી મે સુધી દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન મોરબી: મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ ૧લી મેથી ૩જી મે સુધી દિવ્ય અને ભવ્ય પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્રિદિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે વૈશાખ સુદ એકમ ને પહેલી મેથી અખાત્રીજ એટલે કે ૩જી મે સુધી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞના દર્શનનો લાભ લેવા સૌ ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા વૈદિક શાસ્ત્રોકત વિધિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે ૧લી મેના રોજ સવારે ૮: કલાકે દેહશુદ્ધિ /પ્રાયશ્ચિતવિધિ દશવિધિ સ્નાન, સત્યેશ વિષ્ણુ પૂજન, શ્રી ગણેશ પૂજન પુન્યાહવાચન, માતૃકાપૂજન, આચાર્યાદી બ્રાહ્મણ પૂજન, જલયાત્રા, મંડપ પ્રવેશ, દેવ- સ્થાપન, અરણી દ્વારા અગ્નિ સ્થાપન ગ્રહ સ્થાપન ગ્રહહોમ પ્રધાન હોમ સાયં આરતી-પૂજન, શ્રી સત્યેશ્વર મહાદેવની શોભાયાત્રા નગર યાત્રા યોજાશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ધન્યાધિવાશ યોજાશે. બીજા દિવસે 2જી મેના સવારે દેવ પ્રબોધન વિધિ સૂર્યાર્ઘ સ્થાપીત દેવતાઓનું પ્રાત: પૂજન પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ શાંતિક પૌષ્ટિક હોમ પ્રધાન હોમ સાયં પૂજન આરતી, મંડપમાં શૈયા નિદ્રાધિવાશ જેવા કાર્યક્રમો યોજાશે. તૃતીય દિવસે 3જી મેના રોજ દેવ પ્રબોધન વિધિ સૂર્યાર્ઘ સ્થાપીત દેવતાઓનું પ્રાત: પૂજન, સવારે ૧૦ કલાકે દેવ સ્નપન ( મહા -અભિષેક વિધિ ૧૦૮ કળશથી સ્નાન ) દેવ ન્યાસ, પુનઃ તેજ નિરૂપણ વિધિ દેવતાઓના સ્વરૂપનું નિજ મંદિર તરફ પ્રયાણ. બપોરે ૧૨:૯ કલાક થી વિજય મુહૂર્તમાં પ્રાણ સ્ફુરણ ચૈતન્ય મંત્રોનું પઠન, ઉત્તર પૂજન બલિદાન વિગેરે કાર્યક્રમો યોજાશે. પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે ૧ કલાકે થશે.