સર્પદંશ, ઝેરી દવાઓ, હાર્ટ એટેક, અનિયમિત ધબકારા, પ્રસુતિ, લકવો, કિડની, ફેફસાની બિમારીઓ, ખેંચ આચકી, પક્ષઘાત, ટીબી, મગજનો તાવ, ન્યૂમોનિયા, ઇલેક્ટ્રિક શૉક, ઝેરી ગેસ ગળતરની સારવાર ઉપલબ્ધ મોરબી : મોરબીની જાણીતી સત્યમ્ હોસ્પિટલ હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે મોરબીવાસીઓની સેવા કરવા સજ્જ બની છે. અહીં સારવાર માટે લેટેસ્ટ મશીનરી ઉપરાંત વૃદ્ધાવસ્થામાં ઉદ્દભવતી સમસ્યાઓ માટે ખાસ નિષ્ણાંત તબીબની સાથે તેનો અલાયદો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. મોરબીમાં ગત દશેરાથી સત્યમ્ હોસ્પિટલનો શુભારંભ થયો હતો. આ હોસ્પિટલ ઉપર મોરબીવાસીઓએ અઢળક વિશ્વાસ મૂકી ખૂબ સારો પ્રતિસાદ આપતા સુવિધાઓ સાથેના નવા વિભાગોનો અષાઢી બીજના શુભ દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીમાં હવે સત્યમ્ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ હશે જેમાં વૃદ્ધોને મોટી ઉંમરના કારણે ઉદભવતી બિમારીઓના ફૂલ ટાઈમ નિષ્ણાંત ડોક્ટર સેવામાં રહેશે. જેને જેરીઆટ્રીક ફિઝિશિયન કહે છે. આ ઉપરાંત અહીં અત્યાધુનિક સાધનો જેમકે વેન્ટિલેટર , સેન્ટ્રલાઇઝ મોનિટરીંગ સિસ્ટમ ધરાવતું 6 બેડનું વિશાળકાય આઇસીયું જેમાં સર્પદંશ, વીંછી દંશ, ઝેરી દવાઓ, હાર્ટ એટેક, અનિયમિત ધબકારા, લકવો, કિડની, ફેફસાની બિમારીઓ, ખેંચ આચકી, પક્ષઘાત, ટીબી, મગજનો તાવ, ન્યૂમોનિયા, ઇલેક્ટ્રિક શૉક, ઝેરી ગેસ ગળતર, પ્રસૃતી દરમિયાન અને પછીની જોખમી સમસ્યાઓ જેવી તમામ પ્રકારની ગંભીર બિમારીઓનુ સચોટ નિદાન તથા અત્યાધુનિક સારવાર મળશે. આ સાથે અહીં અનુભવી ડોકટરોની ટીમ ડો ધર્મેશ ભાલોડિયા એમ. ડી. ( મેડીસીન ) અને ડો પુનિત પડ્સુંબિયા ( જેરીઆટ્રીક ફિઝિશિયન)ની ફૂલ ટાઈમ સેવા ઉપલબ્ધ છે. નવી સુવિધાઓ : 1) TMT મશીન ( પટ્ટા પર દોડીને થતાં દુઃખાવો, વારસાગત હાર્ટ એટેકના જોખમો ધરાવતી વ્યક્તિઓ માટે તથા હેલ્થ ચેકઅપ અને જોખમી ઓપરેશન પહેલા ફિટનેસ માટે ઉપયોગી થતી તપાસ. 2) PFT મશીન ( શ્વાસની કાર્યક્ષમતા માપવાનું સાધન) મોરબીમાં સિરામિક , કોલસા, પેપરમિલ જેવા ઉદ્યોગોમાં ઊડતી જીણી ધૂળ, રજકણ, અશુદ્ધિઓને કારણે થતાં ફેફસાને નુકશાન માટે તેમજ દમ, અસ્થમા, બીડી, સિગારેટ, વાહનોના ધુમાડાના કારણે થતા ફેફસાના નુકશાન માટે શ્વાસની તમામ પ્રકારની બિમારીઓના સચોટ નિદાનમાં ઉપયોગી તપાસ. 3) Biothesiometer ( નસોની તપાસ માટે મશીન) ડાયાબિટીસ, દારૂના વ્યસનના લીધે તેમજ વિટામિનોની ઉણપના લીધે થતાં નસોના નુકશાનનું નિદાન. 4) OSA : સ્થૂળ - મેદકાય , ટૂંકી ડોક અને મેટાબોલિક સિસ્ટમ વાળા લોકોમાં ઉદભવતી ઊંઘને લગતી શ્વાસની બીમારીઓની તપાસ માટેની સુવિધા. એડ્રેસ ખુશ્બુ હોસ્પિટલની સામે, પેટ્રોલ પંપની સામેની શેરી, સરદાર બાગની બાજુમાં, શનાળા રોડ, મોરબી 02822 222888 , 9795222888