મોરબી : મોરબીમાં સતવારા મંડળ દ્વારા આયોજિત સતવારા જ્ઞાતિનો 18મો યુવા મેળો (સગપણ સંમેલન) આગામી તા. 5 જાન્યુઆરી, 2020ના રોજ યોજાશે. આ યુવા મેળામાં જે યુવક-યુવતીએ ભાગ લેવો હોય, તેઓએ વિવિધ શહેરના જ્ઞાતિના આગેવાનો પાસેથી અથવા વોટ્સએપ, ફેસબૂક કે નેટ પરથી ફોર્મ મેળવી ફોર્મ ભરીને તા. 20 ડિસેમ્બર સુધીમાં મોરબી ખાતે સંસ્થાની ઓફિસે પહોંચાડવાનું રહેશે. વધુ વિગત માટે મો. નં. 97276 32295 અથવા 94262 26175 પર સંપર્ક કરવાનો રહેશે.