મોરબી : મોરબીમાં સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત તાકીદે પુરી પાડવામાં આવી હતી. મોરબીમા સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે 11 બોટલ બ્લડની જરૂરીયાત ઉભી પડતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના લખનભાઈ હડિયલને જાણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી સતવારા બ્લડ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 11 બોટલ બ્લડની વ્યવસ્થા સંસ્કાર બ્લડ બેંક ખાતે કરવામાં આવી હતી. જે માટે થઈને દર્દીના પરીવાર દ્વારા સતવારા સમાજ બ્લડ ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબી સતવારા બ્લડ ગ્રુપ વતી લખનભાઈ હડિયલ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે મોરબીમાં સતવારા સમાજને બ્લડની જરૂરીયાત જણાય ત્યારે તેમના નંબર 90993 58468 સંપર્ક કરી શકાશે તથા સતવારા સમાજના લોકો આ કાર્યમાં જોડાવા માટે તેમનુ નામ, બ્લડ ગ્રુપ સહિતની વિગત મો.નં. 90993 58468 પર વોટ્સએપ કરી શકશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..