આજે શનિવારે અત્યાર સુધીમાં કુલ 3 કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો સદી પુરી કરવા તરફ વધી રહ્યો છે. આજે શનિવારે સવારે એક કોરોના કેસ નોંધાયા બાદ અત્યારે મોરબી શહેરમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં એક કેસ કન્યા છાત્રાલય પાછળ આવેલા પુનિત નગરમાં અને એક કેસ નવલખી ફાટક પાસે આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોનાના કેસની સંખ્યા 96 થઇ ગયા છે. શનિવારે બપોરે 3.45 વાગ્યે નોંધાયેલા બે કોરોના કેસની મળતી વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલા પુનિત નગરમાં રહેતા જેરામભાઈ અમરશીભાઈ અંબાણી (ઉ.68) નામના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ ઉપરાંત મોરબીના બાયપાસ રોડ પર, નવલખી ફાટક પાસે આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દયાબેન પ્રભાતભાઈ વામજા (ઉ.65) નામના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેના રિપોર્ટ ખાનગી હોસ્પિટલ મારફત અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. આજે શનિવારે સવારે એક અને અત્યારે બે કેસ સાથે આજના કેસનો આંકડો 3 થઈ ગયો છે. જ્યારે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 96 થઈ ગયો છે. 11 જુલાઈ, શનિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત.. 1) મોરબી તાલુકો, બંધુનગર ગામ : હરેશભાઇ લવજીભાઈ દલસાણીયા (ઉ.42) 2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ, પુનિત નગર : જેરામભાઈ અમરશીભાઈ અંબાણી (ઉ.68) 3) મોરબી શહેર, બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે, સિલ્વર પાર્ક સોસાયટી : દયાબેન પ્રભાતભાઈ વામજા (ઉ.65) મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/