હળવદ : હળવદમાં સોનારકાની પાળ સોનારકા ઘામે આવેલ ઝિઝુંવાડિયા પરિવારના સતી માં જીજીબા, શ્રી રાઘાબા, શ્રી પ્રેમીબાનો દ્વિતીય પાટોત્સવ ગઈકાલે તા. 15નાં રોજ યોજાયો હતો. આ પાટોત્સવ નિમિત્તે દેવોનું પુજન, વરઘોડા-આંગીનું સામૈયું, ઘજા-પુજન, શણગાર તેમજ નવચંડી યજ્ઞ, સતિ માંના અન્નકોટનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યનાં મુખ્ય યજમાન સુરતનાં ભરતભાઈ બાલચંદભાઈ ઝિઝુંવાડિયા રહેલ તથા મહાપ્રસાદના મુખ્ય યજમાન વડોદરાના મહેન્દ્રભાઈ વલ્લભદાસ ઝિઝુંવાડિયા રહેલ હતા. ૧૧ કુંડ નવચંડિ યજ્ઞ શાસ્ત્રોક્ત વિઘીથી રાજુભાઈ પ્રમોદભાઈ દવેએ કરાવેલ હતો. આ પ્રસંગે હળવદ સોની જ્ઞાતિના ટ્રસ્ટીઓ તેમજ જ્ઞાતિજનો, હળવદ & ઘ્રાંગઘ્રાના પૂર્વ મહાસમિતિ સભ્ય હષૅદ શાંતિલાલ પાટડિયા તેમજ પ્રાંતિજ, વડોદરા, સુરત, ઘ્રાંગઘ્રા, અમદાવાદ, રાજકોટ, બોટાદ,પાટડિ, સુરેન્દ્રનગર, હળવદ, નડિયાદ, મોરબી, લીમડીથી ભાવિકો કાર્યક્રમમાં આવ્યા હતા. આ પ્રસંગે વકિૅગ કમિટીના સભ્યોની મિટિંગ યોજવામાં આવેલ હતી. તેમાં ગત વર્ષના દાતા જાહેર કરવામાં આવેલ હતા. આ કાર્ય માટે મુકેશભાઈ ઝિઝુંવાડિયા, હિતેન્દ્રભાઈ, બીપીનભાઈ, અનિલભાઈ, નવિનભાઈ, વિનોદભાઈ, રિતેભાઈ, રોનકભાઈ, અરૂણભાઈ, જિજ્ઞેશભાઈ ઝિઝુંવાડિયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તેમજ ઝિઝુંવાડિયા સોની વર્કિંગ કમિટીએ સર્વેનો આભાર માનેલ હતો.