મોરબી : રંગપર ગામ પાસે આવેલા સોડિયમ સિલિકેટ બનાવતી સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીઝના માલિકે બાલ દેવો ભવ:ની ભાવનાને સાર્થક કરી મોરબીની માણેકવાડા શાળાના બાળકો માટે વોટર પ્યુરીફાયર અર્પણ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માણેકવાડા ગામના વતની અને સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીઝના માલિક હિરેનભાઇ રતિલાલ દેત્રોજા દ્વારા રૂ. 25,000નું આધુનિક ટેકનોલોજીવાળું વોટર પ્યુરીફાયર માણેકવાડા શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે અને તેમની તરસ છીપાવવા માટે હિરેનભાઇ દ્વારા આપવા આવતા અનેરી ભેટ બદલ શાળા પરિવાર તેમજ આચાર્ય વિપુલભાઈ અઘારા દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.