મોરબી : કચ્છથી લઇને કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સતત વૈદિક ગંગા વહાવતાં વેદ, ઉપનિષદ, દર્શનોના મહાજ્ઞાતા અને નવ સંસ્થાપિત દર્શન યોગધામ-લાકરોડાના નિર્દેશક પૂ.વિવેકાનંદજી પરિવ્રાજકના તા.3 અને 4ના રોજ બે દિવસ દરમિયાન 6 સ્થળોએ દિવ્ય વૈદિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૩ના રોજ સવારે ૧૦ થી ૧૧:૧૫ રામકો બંગ્લોઝ યજ્ઞશાળા, કેનાલ રોડ, (રવાપર ચોકડીથી) વર્ધમાન રેસીડન્સી પાસે, મોરબી, બપોરે ૪ થી ૫:૩૦ ગાયત્રી ચેતના કેન્દ્ર, શનિદેવના મંદિર પાછળ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ, પંપવાળી શેરી, મોરબી-૧, રાત્રે ૮:૩૦ થી ૧૦ દરમિયાન સ્વર્ણભૂમિ સોસાયટી, ઇમ્પીરીયલ પેલેસ-૧૦૧, એસ.પી.રોડ, ઇડન ગાર્ડન સામે, મોરબી-૧ ખાતે વૈદિક સત્સંગ યોજાશે.તા.૪ના રોજ ૯:૧૫ થી ૧૧:૧૫ દરમિયાન આર્યસમાજ, લખધીરવાસ, દરજી વાડી સામે, મોરબી-૧, બપોરે ૪ થી ૬ સિલ્વર હાઇટ્સ-એસ.પી.રોડ, ધ વન અપની બાજુમાં, મોરબી-૧ તથા રાત્રે ૮:૩૦ થી ૧૦ સિલ્વર હાઇટ્સ- થિયેટરમાં કાર્યક્રમ, ધ વન અપની બાજુમાં, મોરબી-૧ ખાતે વૈદિક સત્સંગ યોજાશે.