મોરબી : મોરબીમાં રિસામણે બેઠેલી પત્ની મામલે તેના પતિને સાસરિયા પક્ષના બે લોકોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ છે. આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળજીભાઇ લક્ષમણભાઇ ઘુમલીયા ઉ.વ-32 ધંધો-સીરામીકમા મજુરી રહે- પીપળી, મોરબી મુળ રહે નવાગામ વાળાએ આરોપી ગીરીશભાઇ દુર્લભજીભાઇ ટેટીયા અને જયેશભાઇ દુર્લભજીભાઇ ટેટીયા રહે બન્ને જેતપર મોરબી સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી ગીરીશભાઇના લગ્ન સામસામે થયેલ હોય અને બન્નેની બહેનો રીસામણે હોય જે બાબતે ફરીયાદીએ ગત તા.16ના રોજ આરોપીઓના ઘરે જઇ રીસામણા બાબતે શુ કરવાનુ છે? તેમ વાત કહેતા તેઓએ તેઓની દિકરી મોકલવાની થતી નથી એમ વાત કરતા ફરીયાદી સમજાવવા જતા ફરીયાદીનો સાળો જયેશ તથા ફરીયાદીના બનેવી ગીરીશભાઇ બન્ને એકદમ ઉશકેરાઇ જઇ આવેશમા આવી ફરીયાદીને ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદીએ તેઓને સમજાવી ગાળો આપવાની ના પાડતા તે વધુ ઉશકેરાઇ જઈને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારી મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.