મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કંડલા બાયપાસ ઉપરથી શંકાસ્પદ રીતે નીકળેલા માળીયા તાલુકાના સરવડ ગામના રહેવાસી આરોપી ધર્મેશ મગનભાઈ સરડવા ઉ.40 નામના યુવાનને વેટ 69 બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1175 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ રાજા સોકતભાઈ ખોડ નામના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.