હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગત તારીખ 30 ના રોજ હળવદ તાલુકાના ખોડ ગામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી, તાલુકા હેલ્થ ઓફિસ હળવદ, મોબાઈલ યુનિટ ટીકર (રણ) અને અગરિયા હિતરક્ષક મંચના ઉપક્રમે અગરિયાઓના સારા આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર હળવદ બાળરોગ નિષ્ણાત ડો. મયુરભાઈ ગ્વાલાણી, ડો. આકાશ પટેલ સ્ત્રીરોગ નિષ્ણાંત, જનરલ રોગોના ડો. પૂજાબેન, ચામડી રોગના ડો. ભાવિન ભટ્ટી, મારુતસિંહ બારૈયા મોરબી જિલ્લા કોઓર્ડિનેટર અગરિયા હિતરક્ષક મંચ, સી.એચ.ઓ. ટીમ, આશાવર્કર મંજુબેન, MPW વિપુલભાઈ જોશી તેમજ આગરીયા આગેવાનો આ સર્વરોગ નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા અને કેમ્પમાં સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 122 અગરીયા ભાઈઓ-બહેનો તથા બાળકોએ આરોગ્યની સુવિધાનો લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..