ધો. 9થી 12ના 110 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને દાખવ્યું કૌવતહળવદ : સરવડની કે.પી. હોથી ઉમા વિદ્યાલય મુકામે રમતોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9થી 12ના 110 જેટલા વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે શાળા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ-2024 માં અલગ-અલગ રમતો જેવી કે વર્તુળ નો રાજા, મેમરી ગેમ, રસ્સાખેંચ, ટૂંકી દોડ, પૈડાં દોડ, ઊંધી દોડ, લંગડી દોડ, દેડકા ચાલ, લીંબુ ચમચી, બટેટા દોડ, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથીનાં માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તેમજ શાળાના શિક્ષક રિપુલભાઇ કાલરિયા તરફથી વિદ્યાર્થીઓને રમત ગમતના સાધનો સ્વખર્ચે લઇ આપી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .રમતોત્સવ પૂર્ણ થયા બાદ શાળાનાં ટ્રસ્ટી શિવાભાઈ વિરમગામા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્વરુચિ ભોજન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સન્ચાલન શાળાના શિક્ષક ભગવાનભાઇ કુંભરવાડિયાએ કર્યું હતું તેમજ આભારવિધિ શાળાના આચાર્ય બી.સી. પાંચોટિયાએ કરી હતી.