છાત્રાઓને મેન્સ્ટૂઅલ હાઈજીન અવેરનેશ વિશેની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી મોરબી:મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની સુચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા સરવડ ગામે આવેલી કે.પી.હોથી માધ્યમિક શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમયમાં પ્રા.આ.કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો.નિરાલીબેન ભાટિયા, આરબીએસકે મેડીકલ ઓફિસર ડો.જલ્પાબેન કાવર, ફીમેલ સુપરવાઈઝર કૈલાશબેન, ફી.હે.વ ઝરીનાબેન તથા સી.એચ.ઓ. ઇરમબેન દ્વારા વિદ્યાર્થીનીઓ ને એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કે.પી.હોથી માધ્યમિક શાળા ની ૯૧ છાત્રાઓેએ ભાગ લીધો હતો. જેઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન ના અભાવે થતા ઇન્ફેક્શન તેમજ રોગો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મેન્સ્ટૂઅલ હાઇજીન અવેરનેશ વિશેની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છાત્રાઓેએ તેને મૂંઝવતા પ્રશ્નો રજુ કર્યા હતા. મેડીકલ ઓફિસર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધ્યમિક શાળાના સ્ત્રી શિક્ષકો એ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમના અંતે પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા દરેક છાત્રાઓેને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.