કોંગ્રેસ નિરીક્ષકો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે મોરબી:વિધાનસભા ચૂંટણી નજીક આવતા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો મોરબી જિલ્લાની મુલાકાત લેનાર છે અને સરવડ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. કોંગ્રેસના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો મોરબી જિલ્લાની મુલાકાતે આવનાર છે અને સવારે 9:30 કલાકે સરવડ ખાતે સતેસ્વર હનુમાનની જગ્યાએ કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો સાથે બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. આ તકે મોરબી શહેર જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો હાજર રહેનાર હોવાનું જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવાયું છે.