મોરબી : મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. મોરબી જિલ્લા મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીના હસ્તે ત્રાજપર ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે જયંતીભાઈ વરાનીયા અને ઉપસરપંચ તરીકે પ્રવીણભાઈ ટીડાનીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ તકે મોરબી તાલુકા સદસ્ય જલાભાઈ ડાભી, રમેશભાઈ ડાભી અને જયેશભાઈ ડાભી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.