અનેક રજુઆત કરી છતાં ગામમાં પાણી ન આવતું હોવાની જિલ્લા કલેકટરને રજુઆતમોરબી : માળિયા વનાળિયા ગામે પાણી ન આવતું હોય આ મામલે અનેક રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાવીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે 26મીએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.રજુઆતમાં જણાવાયુ છે કે માળિયા વનાળીયા ગામ નવું અસ્તિત્વમાં આવેલ છે. સરકાર દ્વારા નક્કી કરાયેલ છે કે હર ઘર નલ હર ઘર જલ. પરંતુ આ ગામમાં પીવાનું પાણી જે માનવી માટે આવશ્યક જરૂરિયાત હોય તે પણ નથી. હાલ 700 જેટલા લોકો પાણી માટે વલખા મારે છે. અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતું આ ગામ હોય, કોઈ સરકારી પાણીની પ્રાથમિક સુવિધા નથી. પાણીની લાઈન છે. પરંતુ ત્યાં લોકો દ્વારા પાણી પહોંચાડવામાં ડાંડાઈ કરી જાણી જોઈને બીજા ગામને પાણી આપવામાં આવે છે. અને આ ગામમાં પાણી આપવામાં આવતું નથી.જેથી વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. માટે સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ તમામ સભ્યો તા.26ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે 11:00 કલાકે સામૂહિક આત્મવિલોપન કરશે.