સરકારે સત્તા સોંપી હોવા છતાં તલાટી મંત્રી દ્વારા કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ: અરજદારો મુશ્કેલીમાંમોરબી અપડેટ: સરકાર દ્વારા રેવન્યુ તલાટી મંત્રીઓને વારસાઈ આંબો કાઢી આપવાની સત્તા સોંપવામાં આવી હોવા છતાં મોરબી તાલુકાના બગથળા ગામે રેવન્યુ તલાટી મંત્રી દ્વારા વારસાઈ આંબો કાઢી આપવામાં ન આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે બગથળા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન હરેશભાઈ મેરજા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તા. 17/08/2026 ના રોજ રેવન્યુ તલાટી માટે જોબ ચાર્ટ બનાવવામાં આવેલ છે, જેમાં વારસાઈ આંબો કાઢવા માટે રેવન્યુ તલાટી મંત્રીને સ્પષ્ટ સત્તા આપવામાં આવી છે. તેમ છતાં બગથળા ગામના રેવન્યુ તલાટી મંત્રી વારસાઈ આંબો કાઢવાની ના પાડી રહ્યા છે.તલાટી મંત્રીના આવા વલણને કારણે ગામના સામાન્ય નાગરિકો અને ખેડૂતો વારસાઈ આંબો કઢાવવા માટે ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી સામાન્ય લોકોની પરેશાની દૂર કરવા અને બગથળા ગામે વારસાઈ આંબો કાઢવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવવા યોગ્ય આદેશ કરવા સરપંચે માંગ કરી છે.#Morbi #Bagathala #MorbiUpdate #CollectorMorbi #TalatiMantri #VarsaiAmbo #RevenueDepartment #GramPanchayat #MorbiNews