મોરબી સિવિલમાં તાકીદે કામગીરી શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડની રિન્યુ તેથી નવા કાર્ડ કાઢી આપવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સરપંચ પરિષદ - ગુજરાતના મોરબી જિલ્લાના પ્રમુખ કે. કે. જાડેજા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કોરાના મહામારીના સમયગાળા દરમિયાન મોરબીની સિવિલ હોસ્પીટલ ખાતે માં અમૃતમ કાર્ડ નવા કાઢી આપવા તથા રીન્યુ કરવાની કામગીરી બંધ હતી. તો હવે કોરોના મહામારીનો વ્યાપ ઘટી ગયો છે. ત્યારે ગરીબોને તથા મધ્યમ વર્ગને આર્શીવાદરૂપ થતી ગુજરાત સરકારની યોજના હેઠળ લોકો સુવિધાનો લાભ લઇ શકતા હતા. તે જ રીતે ફરીથી લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તાત્કાલીક ધોરણે માં અમૃતમ કાર્ડ નવા કાઢી આપવા તથા રીન્યુ કરવાની કામગીરી મોરબી જીલ્લામાં શરૂ કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે.