હળવદ : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના પલાસણ ગામનાં સરપંચ ‘આપ’માં જોડાઈ જતા આમ આદમી પાર્ટી દ્વારા આવકારવામાં આવ્યા હતા. હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ ભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેશીંગભાઈનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ હળવદ તાલુકા પ્રમુખ હિતેષભાઈ વરમોરા, જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ઉપરંત હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી હળવદ યુવા મોરચાના પ્રમુખ ચંદુભાઈ મોરી સહિતના ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠ્ઠલાપરા પણ પલાસણ ગામના જ હોય અને તેઓના ગામના જ સરપંચ આપમાં જોડાઈ જતા રાજકારણ ગરમાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..