ઘણાંદ ગામના સરપંચે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના મતવિસ્તાર હેઠળ આવતા હળવદ તાલુકાના ઘણાંદ ગ્રામ પંચાયતના સરપંચ અને કાર્યકર્તાઓ વિધિવત રીતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની હાજરીમાં આપમાં જોડાઈ ગયા છે. હળવદ તાલુકામાં ધીરે ધીરે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ અને કદ વધી રહ્યા છે ત્યારે હવે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના મત વિસ્તાર હેઠળ આવતા ઘણાદ ગામના સરપંચ જનકભાઈ પાટડીયા વિશાળ કાર્યકર્તા સમૂહ સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા આપ પાર્ટી વધુ મજબૂત બની છે. આ તકે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ઉપ-પ્રમુખ સંજયભાઈ ભટાસણા, વનરાજભાઈ વાઘેલા, રાજેશભાઈ દેસાઈ, શંકરભાઈ, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, મહામંત્રી વિપુલભાઈ રબારી સહિતનાઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..