જોધપર(નદી) : જોધપર(નદી) ગામમાં આજ પોલિયો દિવસ નિમિતે પોલિયો બૂથનું ઉદધાટન નવનિયુક્ત સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું.તથા બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આજરોજ જોધપર(નદી) ગામમાં પોલિયો બૂથનું ઉદધાટન જોધપર(નદી) સરપંચ હંસાબેન દિનેશભાઇ સુરેલા અને પોલિયો રૂટ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાનિયા દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને કરવામાં આવેલ હતું.