ટંકારા : લઠ્ઠાકાંડ બાદ હવે પ્રબુદ્ધ નાગરિકો પણ પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને દારૂબંધીનો અમલ કરાવવામાં મેદાને આવ્યા છે. મોરબીની વિશિપરા કાઉન્સીલર બાદ ટંકારાના ઓટાળા ગામે દારૂ વેચાનાર કે પીનાર સામે કાર્યવાહી કરવાનો ઢોલ પીટીને સરપંચે નગારે ઘા કર્યો છે. ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ પરમારએ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરવા મેદાને આવ્યા હતા.ઢોલ વગાડવીને ગ્રામજનોને સૂચિત કર્યા હતા કે, દારુ પીવે કે વેચે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ભાઈ ઢોલ પીટીને ગ્રામજનોને કહી રહ્યા છે કે, ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ પરમારનો આદેશ છે કે હવે ગામમાં કોઈ દારૂ વેચશે કે પીશે તો તેની સામે ખુદ સરપંચ કાર્યવાહી કરશે. એટલે હવે ગામમાં દારૂ વેચાનર અને પીનારની ખેર નહિ રહે તેવું સરપંચએ જણાવ્યું હતું.