ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીમાં ૧૫ દીવસની સારવાર બાદ બાળકી બની સંપૂર્ણ સ્વસ્થ મોરબી : તાજેતર મા મોરબી મા એવી ઘટના બની જેની માહીતી મેળવ્યા બાદ દરેક વ્યક્તિ અચરજ પામી જશે તેમજ ઈશ્વર પર ની તેમની શ્રધ્ધા અને વિશ્વાસ અતુટ રહેશે. શ્રી મદ્ ભગવત્ ગીતા મા ભગવાને કહ્યુ છે કે કર્મ કરતા રહો, સત્કર્મ ક્યારેય વ્યર્થ જતુ નથી. આ જ બાબત ની પ્રતિતી મોરબી મા જોવા મળી છે. ઘટના ની વિગત મુજબ મોરબી ના રહેવાસી એવા દીનેશ ભાઈ જીલરીયા કે જેઓ ભારતીય સેના મા ફરજ બજાવી રહ્યા છે. દુશ્મન તરફ થી થતા હુમલાઓ તેમજ ગોળીબાર નો સતત વળતો જવાબ આપી રહ્યા છે. તેઓ જમ્મુ કાશ્મીર મા ફરજ બજાવી રહ્યા છે.આ બહાદુર વીર જવાન માતૃભુમિ ની રક્ષા કાજે લડી રહ્યા છે ત્યારે તા.૩૦-૭-૨૦૧૭ ના રોજ કાશ્મીર ની એમ.એચ. હોસ્પીટલ મા તેમના ઘરે દીકરી નો જન્મ થયો ત્યાર બાદ તેમના પત્નિ અને નવજાત બાળકી ને મોરબી ખાતે સ્થળાંતરિત કરી આ વીર જવાન આજે પણ પોતાની ફરજ સરહદ પર બજાવી રહ્યા છે ત્યારે તેમની ૧૦ માસ ની બાળકી ચિ. તપસ્વી ને ગત્ તા. ૧૬-૫-૨૦૧૮ ના રોજ ભારે તાવ તેમજ શ્વાસ ની તકલીફ ને લીધે મોરબી સ્થિત સ્પર્શ બાળકો ની હોસ્પીટલ મા તેના મામા રજનીશ ભાઈ જારીયા તેમજ માસા નિલેશ ભાઈ ગરચર લાવ્યા હતા ત્યા ડો. મનિષ ભાઈ સનારીયા એ પરિસ્થિતી ની ગંભીરતા સમજી રીપોર્ટ કરાવતા બાળકી ને ન્યુમોનિયા તેમજ ફેફસા મા રસી તેમજ પાણી ભરાઈ ગયેલ છે તેવુ સામે આવ્યુ હતુ. ત્યારે બાળકી ને ૩ દીવસ પી.આઈ.સી.યુ.(P.I.C.U)મા ઓક્સીજન પર રાખવા મા આવેલ તેમજ નેબ્યુલાઈઝર અને એન્ટી બાયોટીક્સ દ્વારા સારવાર કરવા મા આવેલ. ડો. મનિષ ભાઈ સનારીયા દ્વારા બાળકી ને ૧૫ દીવસ ની સઘન સારવાર આપવા મા આવેલ તેમજ રાજકોટ ના પીડિયાટ્રિક સર્જન નો પણ ઓપીનીયન લેવામા આવેલ. ૧૫ દીવસ ની સારવાર બાદ ચિ.તપસ્વી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ હતી. દીકરી સ્વસ્થ થતા માતા નીતા બેન દીનેશભાઈ જીલરીયા સહીત ના પરિવાર જનો એ રાહત નો શ્વાસ લીધો હતો.. ડોક્ટર નુ કર્તવ્ય દર્દી ની સારવાર કરવા નુ છે પરંતુ આ કીસ્સો સામાન્ય કીસ્સાઓ થી અલગ છે કેમકે આ કીસ્સા મા બાળકી ની આ ગંભીર બિમારી ની જાણ સરહદ પર દુશ્મનો સામે વીરતા થી લડતા તેના પિતા ને આજદીન સુધી કરવા મા આવી ન હતી તે ઉપરાંત બાળકી લશ્કર ના સૈનિક ની હોય રાષ્ટ્ર ભાવના પ્રગટ કરવા ના હેતુસર ડો. મનિષ ભાઈ સનારીયા એ ૧૫ દીવસ ની સઘન સારવાર વિનામુલ્યે અર્પણ કરી હતી. વિધાતા ના લેખ કહો કે ઈશ્વર ની લીલા, એક બાજુ પિતા દેશ ની રક્ષા કાજે નિડરતા થી લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ બેખબર પિતા ની જીવલેણ બીમારી થી પિડાતી દીકરી ની સારવાર કરવા ઈશ્વરે આ ડોક્ટર ને પ્રેરણાબળ પૂરૂ પાડ્યુ હતું. વધુ મા આ અંગે ડો. મનિષ ભાઈ સનારીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે બાળકી ના પિતા દેશ માટે ઘર પરિવાર ત્યાગી શકે તો હું એમની દીકરી ની સારવાર માટે મારી ફી ન ત્યાગી શકુ? પરોક્ષ રીતે દેશ સેવા નો મોકો પ્રાપ્ત થયો તે બદલ તેઓ ઈશ્વર નો આભાર વ્યક્ત કરે છે. ભવિષ્ય મા પણ કોઈ પણ સૈનિક ના પરિવારજનો ના બાળકો ની સારવાર પણ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ મા તદન વિનામુલ્યે કરવા મા આવશે તેમ અંત મા જણાવ્યુ હતુ. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='24221,24222']