પટેલ કન્યા છાત્રાલય ખાતે વક્તા શૈલેષ સગપરિયા ત્રી દિવસીય સરદાર કથાનું રસપાન કરાવશેમોરબી : આધુનિક ભારતના નિર્માતા અને અખંડિતતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી પહોંચાડવા મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આજથી 7 જાન્યુઆરી ત્રણ દિવસ રાત્રે 9 તી 12 વાગ્યા સુધી નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વક્તા તરીકે શૈલેષભાઈ સગપરીયા ઉપસ્થિત રહીને સરદાર પટેલ સાહેબના જીવન વિશેની જાણી-અજાણી વાતોનું રસપાન કરાવશે. આ સરદાર કથાનો લ્હાવો લેવા પાટીદાર અગ્રણી દિનેશભાઈ વડસોલાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. લોકોને ગરમ વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરી છે. સાથે તેઓએ પાર્કિંગ સ્થળો જાહેર કર્યા છે અને કોઈને વાહન નડતરરૂપ ન થાય તે રીતે પાર્ક કરવા અનુરોધ કર્યો છે. ------------------------------------------ ફોર વ્હિલ માટે : ● ચિત્રકૂટ ચોક● કેશવકુંજની સામેનો ચોક● જીઆઇડીસીની અંદરની શેરીઓમાં (નડતરરૂપ ન થાય તે રીતે)● ઓમ શાંતિ વિદ્યાલયની સામે ગ્રાઉન્ડમાં ------------------------------------------ ટુ વ્હીલર માટે : ● સુપર માર્કેટ સામે● નવા બસ સ્ટેન્ડ પાછળના ખુલ્લા પ્લોટમાં