ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા અને દેવ ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં 30 મહિલાઓ જોડાઈટંકારા : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સહયોગથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા ગામે ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ દરમિયાન EDIIના સ્ટાફ દ્વારા કારીગરો માટે ઈકો- સિસ્ટમ, ઉઘોગસાહસિક સાહસોના પ્રકાર B2B, B2C, B2G, મહત્વકાંક્ષી ઉઘોગસાહસિકો માટે માર્કેટીંગના 7P (Product, Price, Place, Promotion, People, Physical Evidence and Process)ની સમજ આપી હતી. ઉઘોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી. આ સાથે સફળ ઉઘોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનર, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતિ આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉઘોગસાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉધોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા. આ EDTP ( ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ) માં સરાયા ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા. આ તાલીમ દરમિયાન EDII, RSETIમાંથી આવેલ ફેકલ્ટીએ હાજરી આપી કારીગર બહેનોને માહિતગાર કર્યા હતા.