માળિયા (મિ.) : સરવડ ગામે આવેલી સરવડ કેળવણી મંડળ સંચાલિત કે.પી. હોથી ઉ.મા. વિદ્યાલયે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 93.33 ટકા જેટલું ઉંચુ પરિણામ મેળવ્યું છે.કે.પી. હોથી ઉ.મા. વિદ્યાલયે ધોરણ 12 અને ધોરણ 10માં સારું પરિણામ મેળવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શાળાનું 95.83 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે આજે જાહેર થયેલા ધોરણ 10નું 93.33 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10માં શાળાની વિદ્યાર્થિની ધર્મી અતુલભાઈ બોપલિયાએ 97.73 PR અને 91.83 ટકા સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી અને મંત્રી રતિભાઈ હોથીએ શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્ય તથા સમગ્ર શિક્ષકની ટીમને અભિનંદન પાઠવ્યા છે.