મોરબી : મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 14-9-2025ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રમુખ રવિભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. 4-9-2025 રાખવામાં આવેલ છે. ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે (1) મનોજ ઝેરોક્ષ - કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી.- મો. 9898220476, (2) દરીયાલાલ આલુ ભંડાર – નવાડેલા રોડ, મોરબી.- મો. 9898114348, (3) કેવિન ગેસ એજન્સી - નવા બસસ્ટેશન ની સામે,મોરબી–મો. 9879834034 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ તા. 14-9-2025ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખ રવિભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન રોનકભાઈ કારિયાનો સંપર્ક કરવો તેવી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે.