લોહાણા જ્ઞાતિના ધોરણ 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓનું કરાશે બહુમાન: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર મોરબી અપડેટ : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી તારીખ 04/10/2026 ને રવિવારના રોજ વસંત પ્લોટ સ્થિત લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 'સરસ્વતી સન્માન સમારોહ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સન્માન સમારોહમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના વર્ગોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ વિવિધ ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિયત ફોર્મ ભરીને જમા કરાવવાની છેલ્લી તારીખ 24/09/2026 નક્કી કરવામાં આવી છે.ફોર્મ મેળવવા તેમજ પરત જમા કરાવવાના સ્થળો: • દરિયાલાલ આલુ ભંડાર – નવા ડેલા રોડ, મોરબી (મો. 98981 14348) • કેવિન ગેસ એજન્સી – નવા બસ સ્ટેશનની સામે, મોરબી (મો. 98798 34034)આ સરસ્વતી સન્માન સમારોહ અંગે વધુ માહિતી મેળવવા માટે સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તેમજ પ્રોજેક્ટ ચેરમેન આકાશ કક્કડનો સંપર્ક કરવા રઘુવંશી યુવક મંડળ મોરબીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #RaghuvanshiYuvakMandal #SaraswatiSanmanSamaroh #LohanaSamaj #StudentFelicitation #LohanaVidhyarthiBhavan #MorbiEvents #MorbiNews #GujaratNews