યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાની પ્રશંસનીય પહેલ: કેજીથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 21 મેથી 15 જૂન સુધી ફોર્મ સબમિટ કરી શકશેમોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના યુવા અને ઉત્સાહી કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક શાનદાર પહેલ કરવામાં આવી છે. વોર્ડ નંબર 6 માં રહેતા અને કેજી તેમજ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો આગામી સમયમાં ભવ્ય 'સરસ્વતી સન્માન સમારોહ' યોજવામાં આવશે.આ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે વોર્ડ નંબર 6 ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 21/05/2026 થી તા. 15/06/2026 સુધીમાં પોતાના જરૂરી આધાર-પુરાવાઓ નિયત કરેલા સ્થળો પર જમા કરાવવાના રહેશે.જરૂરી ડોક્યુમેન્ટ્સ અને વિગતો:વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ તથા આધારકાર્ડ (પોતાનું અથવા પિતાનું) ની નકલ સબમિટ કરવાની રહેશે. આ નકલની પાછળ પોતાનું પૂરું સરનામું અને 2 કાર્યરત મોબાઈલ નંબર અચૂક લખવાના રહેશે.ડોક્યુમેન્ટ જમા કરાવવા માટેના નિયત સ્થળો અને સંપર્ક સૂત્ર:• મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન: (હરીશભાઈ દવે - 9978442821)• હસમુખ પાન પાર્લર, ભાવની ચોક: (આશિષભાઇ રાયગગલા - 9898397288)• ભગત કિરાણા સ્ટોર, કુબેરનાથ રોડ: (સચીનભાઈ વોરા - 9879880008)• બી.કે.એસ. જવેલર્સ, સોની બજાર મેઈન રોડ: (આશિષભાઇ વાગડીયા - 9727377444)• અમુભાઈ દરજી, સાંકડી શેરી, ગ્રીન ચોક પાસે: (અમુભાઈ દરજી - 9724158907)• મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ: (અમિતભાઇ પાટડીયા - 8488906002)• જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ: (એડવોકેટ બિલાલભાઈ ખોલેરા - 8460115928)વોર્ડ નંબર 6 ના યુવા કોર્પોરેટર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે યોજાનારા આ સરસ્વતી સન્માન સમારોહનો લાભ લેવા અને સમયમર્યાદામાં પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દેવા વોર્ડના રહેવાસીઓને અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Ward6 #SaraswatiSanmanSamaroh #StudentFelicitation #KeyurPandya #MorbiMahanagarpalika #EducationFirst #Morbi