રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને યુવાનોને સન્માનિત કરાશેમોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 27 જૂલાઈ ને રવિવારના રોજ 53મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ્વતી સન્માન સમારોહ 27 જુલાઈના રોજ બપોરે 3 કલાકેથી મોરબીના લીલાપર રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાશે.સરસ્વતી સન્માન સમારંભમાં રાજપૂત સમાજના ધોરણ 5 થી લઈને અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત રકનાર સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.આ સરસ્વતી સન્માન સમારંભમાં અધ્યક્ષ પદે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, કિરીટસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, રિવાબા જાડેજા, રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ઉપસ્થિત રહેશે. વિશેષ ઉપસ્થિતિમાં દિલુભા ઉદયસિંહજી જાડેજા અને હિરેન્દ્રસિંહજી દેવેન્દ્રસિંહજી ઝાલા હાજરી આપશે. આ ઉપરાંત સમાજના વિવિધ સામાજિક-રાજકીય અગ્રણીઓ હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા રાજપૂત સમાજના પરિવારોને પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.