સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશેમોરબી : આગામી તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો આઠમો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ- મોરબી આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે.14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે 3 કલાકે મોરબીના સરદાર રોડ પર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જ્યારે સમાજના અન્ય તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે. જેથી ઈનામ મેળવવા માટે તમામ વિદ્યાર્થી અથવા વાલીને અવશ્ય ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તો આ પ્રસંગે સમસ્ત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.