મોરબી : મોરબીમાં તા. 21-6-2025 ને શનિવારના રોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા બોર્ડિગ સામે કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (હાલાર વિભાગ) દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 1 થી કોલેજ સુધીના બાળકોને શીલ્ડ તેમજ સ્કૂલ બેગ અને બીજા ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જે વિદ્યાર્થીઓના 1 થી 3 નંબર આવ્યા હોય એમને અને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા આપીને પ્રોત્સાહિત કર્યા હતા.