મોરબી : આશાપુરા મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શહેરના મુનનગરમાં આવેલી આશાપુરા સોસાયટીમાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓના સહયોગથી ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ, સ્કુલ બેગ, ચોપડા, વોટર બોટલ, બોલપેન સેટ વગેરે આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તથા બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષામાં દેશભક્તિના ગીત રજૂ કરવામાં આવ્યાં હતા. આ સંપુર્ણ કાર્યક્રમની શરૂઆત રાજાભાઈ હડિયલના અઘ્યક્ષ સ્થાને તથા હંસરાજભાઈ હડિયલ અને પ્રભુભાઈ હડિયલના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આશાપુરા મિત્ર મંડળના સભ્યો તથા સ્થાનિકોએ જહેમત ઉઠાવી હતી. અંતે રામજીભાઈ હડિયલ (ASI ) દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. એન્કર તરીકે રાજેશભાઇ કંઝારીયા તથા ફોટોગ્રાફર તરીકે રૂષભભાઈ હડિયલએ સેવા આપી હતી.