મોરબી : મોરબીમાં ભાગવત કથામાં કથા શ્રવણ કરાવતા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને જાણીતા હાસ્યકાર ડો.જગદીશભાઇ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આવતીકાલે રવિવારે તા.18ને બપોરે 2 થી 7 દરમિયાન સામાકાંઠે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મસમાજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં બ્રહ્મસમાજના 1 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું પ્રેરક ઉદબોદન અને જાણીતા હાસ્યકાર ડો.જગદીશભાઇ ત્રિવેદીનું ઉર્જા પ્રેરક વક્તવ્ય, શિલ્ડ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટથી મહાનુભવોના હસ્તે સન્માન આ ઉપરાંત સ્થળ ઉપર સીસીટીવી કેમેરા, કાર્યક્રમનું યુટ્યુબમાં લાઈવ પ્રસારણ, સેલ્ફી પોઇન્ટ, વિશાળ પાર્કિગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેથી આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજને ઉપસ્થિત રહેવા કિશોરભાઈ શુકલ (પ્રમુખ સેવક સમસ્ત બ્રહ્મસમાજ મોરબી, શિક્ષણ સમિતિ ,પરિવાર વતી) અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276