મોરબી : મોરબીમાં વિજય ટંકાર યુવા સંમેલનમાં હાજરી આપવા આવેલા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલનો મોરબીમાં રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન ઋત્વિજ પટેલ દ્વારા નવા બસસ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કર્યા હતા. બાદમાં તરત જ મોરબી પાસના આગેવાનો મનોજ પનારા, મનોજ કાલરીયા સહિતના પાસના આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને દુધાભીષેક કરવામાં આવ્યું હતું. આ અંગે મોરબી જિલ્લા પાસ સમિતિના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો દ્રારા સરદારની પ્રતિમાને કરાયેલ હાર તોરાથી સરદારની પ્રતિમાં અશુધ થઈ ગઈ હતી માટે અશુધ પ્રતિમાને પાસ દ્રારા દુધથી અભિષેક કરીને શુદ્ધ કરવામાં આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9740,9741,9742,9743']