મોરબી : નવનાત વણિક સમાજ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કમિટી દ્વારા આગામી તારીખ 29 જૂન ને રવિવારના રોજ નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરાયું છે. હાલ ચોમાસાની સિઝનમાં પર્યાવરણ પ્રેમી સમગ્ર જનતા માટે નિશુલ્ક ફ્રીમાં અનેક જાતના રોપાનું વિતરણ કરવામાં આવશે. 29 જૂનના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ સ્થિત પાશ્વ પોલિપેક ખાતે આ રોપાનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નીતિનભાઈ મહેતા, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ શાહ, મહામંત્રી પરેશભાઈ શાહ, મંત્રી હિતેશભાઈ ભાવસાર, ખજાનચી નયનભાઈ મહેતા અને મહિલા કમિટીના પ્રમુખ ચાંદનીબેન મણિયાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.