ટંકારા : બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને વૃક્ષોનાં સંરક્ષણ અને ઉછેર જેવી સારી ટેવો વિકસે તે માટે ટંકારાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં ચોમાસાના આગમન પૂર્વે 'એક બાળ એક ઝાડ' કાર્યક્રમ અંતર્ગત શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક બાળકને ઘરે વાવવા માટે એક-એક ફળ ઝાડનાં રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાનાં આચાર્ય બેચરભાઈ ગોધણીએ શાળાને 150 જેટલા રોપા નિઃશુલ્ક ફાળવી આપતા આર. એફ.ઓ. ટંકારા, સરકારી નર્સરીનાં સ્ટાફગણ તેમજ આ રોપાઓને શાળા સુધી વિનામૂલ્યે પહોંચાડી આપનાર વિજયભાઈ ગોધાણી વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોને રોપાનાં ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.