ઉત્તરવાહિની પરિક્રમા શરૂ કરાવનાર સાંવરિયા મહારાજે 28 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા: 29 સપ્ટેમ્બરે શૂલપાણેશ્વર મંદિર ખાતેથી અંતિમ યાત્રા નીકળશેમોરબી અપડેટ: મોરબીના કે.કે. સાંવરિયા તરીકે જાણીતા અને વર્ષોથી નર્મદા કિનારે વસવાટ કરતા 'નર્મદા પુત્ર' સાંવરિયા મહારાજ નાદુરસ્ત તબિયતના કારણે 28 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 2:52 વાગ્યે બ્રહ્મલીન થયા છે. સાંવરિયા મહારાજે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ કરાવી હતી અને દર વર્ષે તેઓ જ આ પરિક્રમાની શરૂઆત કરાવતા હતા. ચૈત્ર મહિનામાં એક મહિના સુધી ચાલતી આ પરિક્રમા તેઓ દરરોજ કરતા હતા.નર્મદા માતાના ચરણોમાં સમાઈ ગયેલા સાંવરિયા મહારાજના પાર્થિવ દેહને આવતીકાલે મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 7 થી 11 વાગ્યા સુધી નર્મદા કિનારે સ્થિત શૂલપાણેશ્વર મંદિર ખાતે ભક્તોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે શૂલપાણેશ્વર મંદિરથી જ તેમની અંતિમ યાત્રા નીકળશે. સાંવરિયા મહારાજના નિધનથી મોરબી સહિત સમગ્ર નર્મદા કિનારાના અસંખ્ય ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NarmadaPutra #SanvariyaMaharaj #NarmadaParikrama #ShoolpaneshwarMandir #Tribute