મોરબી : મોરબીના રાજગાયક પરિવારના રત્ન સમાન મરહુમ નાઝિરભાઈ વાલેરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ 20 ફેબ્રુઆરીના રોજ મોરબીમાં સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. 20 ફેબ્રુઆરી ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, પંચાસર રોડ ખાતે સુર સાગર સંગીત કલાસીસના વિદ્યાર્થી મિત્રો દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રેમી જાહેર જનતાને પધારી આ સંતવાણીનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.