મોરબી : ગુરુ શ્રી નઝીર વાલેરા સાહેબની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા. 20-2-2025ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, ગેટ નં 3, પંચાસર રોડ, મોરબી - 1 ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં બી.એ.ગામી, પી.ડી.કાંજીયા, કાર્તિકભાઈ પાંચોટીયા, ડો. ભાવનાબેન જાની, ડો. તન્ના, દેવકરણભાઈ નકુમ, અનવરભાઈ વાલેરા, નવસાદભાઈ સંજાત, મુનિરભાઈ વાલેરા, હસરતભાઈ વાલેરા તથા નિજામભાઈ કારેટ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવશે. ત્યારે આ સંતવાણીનો લાભ લેવા સુર સાગર સંગીત ક્લાસિસના વિદ્યાર્થીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.