મોરબી : મોરબીના રાજગાયક પરિવારના નઝીરભાઈ વાલેરાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના રાજગાયક પરિવારના નઝીરભાઈ વાલેરાની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સુર-સાગર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પરિવારજનો દ્વારા 20 ફેબ્રુઆરીએ રાત્રે 8.30 કલાકે પંચાસર રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિષ્યોના સુર થકી નઝીરભાઈ વાલેરાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં મોરબીની સંગીત રસિક જનતાને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.