ગુરુયાગ (યજ્ઞ) અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજનમોરબી : મોરબીના શાંતિવન આશ્રમ ખાતે આગામી તારીખ 26 ડિસેમ્બરના રોજ સદગુરુદેવ કેશવાનંદ બાપુની 24મી પૂણ્યતિથિ નિમિત્તે સંતવણી તથા ગુરુયાગ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે 26 ડિસેમ્બર ને મંગળવારના રોજ દત્ત જયંતીના પાવન દિવસે કેશવાનંદ બાપુ ગુરુદેવ મહેશ્વરાનંદ બાપુની 24મી પૂણ્યતિથિ નિમિત્તે સવારે 7 કલાકે ગુરુયાગ (યજ્ઞ) યોજાશે. બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. જેમાં ભજન આરાધક લલીતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પિયુષભાઈ મિસ્ત્રી સાંજીદાઓના સથવારે ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમના સ્ટેજ સંચાલક તરીકે ડો. શૈલેષભાઈ સી. રાવલ (ગઝલ ગાયક) હાજરી આપશે.